હવામાન@ગુજરાત: રાજ્યમાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો, માવઠાનું સંકટ પણ યથાવત

 
માવઠું
શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાય તેવી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બનાસકાંઠા, બોટાદ, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ કચ્છ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે.