હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે, ચાર દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને સાંજ પછી લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ, કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી નોંધાયું હતું.
ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી તેમજ ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી, ભાવનગરોમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેની અસરે આગળના દિવસોમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.