હવામાન@ગુજરાત: 8 અને 9 જુલાઈ ધોધમાર વરસાદની આગાહી, ક્યાં અને કેટલો વરસાદ પડ્યો? જાણો

 
Varsad
બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં 8 અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદનો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.પાલનપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.રાજકોટના જસદણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. 5 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. વરસાદ વરસતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે.

અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી મુશળધાર વરસાદ ખાબક્યો છે. માલપુર તાલુકામાં રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. મોરડુંગરી, ભેમપુર, રુઘનાથ પુર, અંબાવા, કોયલીયા, સોનિકપુરમાં વરસાદ પડ્યો છે. મગફળી ,કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે.જૂનાગઢમાં 8 દિવસથી ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે. 28 જૂનથી રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી ગિરનાર પર્વત પર ભારે પવનને લીધે નિર્ણય લેવામાં આવ્યો છે. વાતાવરણ અનુકૂળ આવ્યા બાદ રોપવે શરૂ કરાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.

10મી અને 11મી જુલાઈએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.વલસાડમાં વરસાદ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘો વરસ્યો છે. કપરાડાના જંગલ વિસ્તારમાં 4.5 ઇંચ, વરસાદથી નદી નાળા થયા વહેતા થયા છે. વાંકી નદીમાં આવ્યા નવા નીર.સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો છે. કામરેજ 4 ઇંચ, બારડોલીમાં 3 ઇંચ, સુરત શહેર 2.56 ઇંચ, મહુવામાં 2.5 ઇંચ, પલસાણા અને માંગરોળમાં 2.25 ઇંચ, ચોર્યાસી અને ઓલપાડમાં 1.78 ઇંચ વરસાદ પડ્યો છે.