હવામાન@ગુજરાત: વિવિધ જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં મેઘો ભીંજવશે

 
વરસાદ

અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ તાલુકા વરસાદ વિનાના હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી.હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે.

જે મુજબ શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનાં માત્ર 5 તાલુકામાં જ 5થી પોણા 10 ઈંચ વરસાદ થયો. ગુજરાતમાં હજુ સુધી ચોમાસાની જમાવટ થઈ નથી. રાજ્યનાં 86 તાલુકા એવા છે કે જ્યાં એક ટીપું વરસાદ થયો નથી. ગત વર્ષની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ તાલુકા વરસાદ વિનાના હતા.

248 તાલુકામાં 2 ઈંચથી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતા દ્વારા જારી કરાયેલ આગાહીના વિગતો મુજબ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રવિવારના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધીમાં માત્ર 5 તાલુકામાં 5થી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળીયામાં 9.64 ઈંચ, કપરાડામાં 6.24, ઉમરગાવમાં 6.92, બાબરામાં 5.64 અને ક્વાંટમાં 5.36 ઈંચ વરસાદ થયો છે.