File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. જેને લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે 2 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મોડાસા, પાટણ, મહેસાણામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. તો આ તરફ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર, નડિયાદ, ખેડામાં પણ ભારે વરસાદની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે, રાજ્યમાં 31 જુલાઈ બાદ બે દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ ગુજરામાં ફરી વરસાદી માહોલ સર્જાય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 1 ઓગસ્ટ બાદ વરસાદ પડી શકે છે. આ સાથે 2 થી 4 ઓગસ્ટ દરમ્યાન ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code