હવામાન@ગુજરાત: આગામી 4થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ

 
વરસાદ
તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત હવામાન વિભાગે આગામી 4થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર હાલ લો પ્રેશર એરિયા બનેલો છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર બનેલું છે. જેના કારણે ગુજરાત રિજ્યનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.આગામી 5 દિવસ વરસાદનું આંશિક પ્રમાણ ગુજરાત રિજ્યનમાં વધી શકે છે. જો કે ભારેથી અતિ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. પરંતુ ગાજવીજ સાથે ગુજરાત રિજ્યન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ ચાલું રહેશે, ભાવનગર, અમરેલી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સિવાય ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વ઼ડોદરા, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ નવસારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આગામી 3થી 4 દિવસ સુધી વરસતો રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતો રહેશે.ગુજરાતમાં હાલ ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી રહયો છે. સોરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની વધુ ઘટ હોવાથી ખેડૂતો ચિંતિત છે.

રાજ્યમાં આજે ચાર જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં એકસાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદનું અનુમાન છે. માછીમારોને આજે અને આવતીકાલે બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.