હવામાન@ગુજરાત: ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે

 
વરસાદ
આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા છે.9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે છે. તેમજ અમદાવાદમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.હવામાન વિભાગે આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 11 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેશે. તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે.10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે. 12થી 18માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે, પરંતુ 11-12 જૂનથી ચોમાસું મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે. આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી, જે સામાન્ય સમયપત્રક કરતાં વહેલી હતી.