હવામાન@ગુજરાત: આગામી છ દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના છ જિલ્લા, મધ્ય ગુજરાતમાં પાંચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કાલે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ ગોસ્વામીએ કહ્યું છે.
આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યયા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથ હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, પોરબંદર, મોરબી રાજકોટ અને જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.