હવામાન@ગુજરાત: ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, નલિયા બન્યું રાજયનું કાશ્મીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. આ વખતે ગુજરાતમાં ઠંડીની મોસમ થોડી મોડી શરૂ થઈ હતી, પરંતુ હવે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને તાપમાન ઘટી રહ્યું છે.ગુજરાતનું નલિયા અત્યારે કાશ્મીર બની ગયું છે. ત્યાં તાપમાન 6 ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગામીની વાત કરવામાં આવે તો, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની સંભાવનાઓ છે. આ સાથે અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચુ તાપમાન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે. આગાહી પ્રમાણે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો દેખાશે અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ રહેવાની છે. ગુજરાતમં હવે ઠંડીનું વાતાવરણ સતત ઘટી રહ્યું છે.