હવામાન@ગુજરાત: આગામી 4 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે, ગરમીથી આંશિક રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તાપમાનમાં આ ઘટાડાથી લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી પણ કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે હાલમાં ગુજરાત રાજ્ય પર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે અને ગયા અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારતના પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ હતી અને ગુજરાતમાં પણ તે જ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે અને તાજેતરમાં પશ્ચિમી વિક્ષેપ પસાર થવાને કારણે, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે, એટલે કે ગરમીથી રાહત મળવાની સારી શક્યતા છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પણ ગરમીથી રાહત મળવાની શક્યતા છે.તેથી ગરમીથી રાહત મળશે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.