હવામાન@ગુજરાત: આ જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકશે, જાણો અંબાલાલ પટેલની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથો સાથ પવનની ગતિમાં પણ વધારો થવાની પણ શક્યતા છે.પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે તો આ તરફ તાપી, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ પડી શકે છે.
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે.
તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે. અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. તેમજ 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે.