હવામાન@ગુજરાત: આજથી મેઘરાજાનું જોર ઘટશે, 24 કલાકમાં રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદ

કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાભરમાં 5.28, રાપરમાં 4.76, ભચાઉમાં 4.13, નખત્રાણામાં 4.09, ગાંધીધામમાં 3.74, ભુજમાં 3.39, અંજારમાં 3.07, સાંતલપુરમાં 2.95,રાધનપુરમાં 2.28, અબડાસામાં 2.2, માળિયામાં 2.17, થરાદમાં 2.01, દિયોદરમાં 1.97 અને વાવમાં વાવમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.