હવામાન@ગુજરાત: રાજ્યમાં હજુ મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો

 
વરસાદ
સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં 1.61 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં 1.57 ઈંચ, નવસારીમાં 1.49 ઈંચ અને મહેસાણામાં 1.41 ઈંચ વરસાદ નોંધાયો છે. 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધોય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.