હવામાન@ગુજરાત: આજે પણ રહેશે મેઘમહેર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો,16 જિલ્લામાં યલો એલર્ટ
વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગઇકાલે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને લીધે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સતત પડી રહેલ વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં 31 જુલાઈ સુધી બારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 276 મિલી વરસાદની જગ્યાએ 413.1 મિલી વરસાદ નોંધાયો છે. મધ્ય-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 451 મિલી વરસાદની જગ્યાએ 431 મિલી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.30 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ પર છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદ માટે બારે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.