હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાં કેટલો નોંધાયો, જાણો આજની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ રાત્રે ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને પોરબંદર, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢમાં અડધી રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો.આ ઉપરાંત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 22 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં સવા 11 ઈંચ, દેવભુમી દ્વારકામાં 10 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સવા સાત ઈંચ વરસાદ ડ્યો હતો. આજે 19 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂની દ્વારકાના કલ્યાણપુરમાં રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં બે કલાકના પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 22 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 14 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.આ ઉપરાંત આજે શુક્રવારે નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.