હવામાન@ગુજરાત: ચોમાસું નબળું પડ્યું, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો આજની વરસાદની આગાહી

 
Havaman
કચ્છના લખપતમાં માત્ર એક જ ઈંચ વરસાદ નોંધાયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદે ફરી વિરામ વિધો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 42 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. એમાં પણ કચ્છના લખપતમાં માત્ર એક જ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 19 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.

ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં માત્ર 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક જ તાલુકો એવો હતો જેમાં માત્ર એક ઈંચ વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધારે કચ્છના લખપતમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 18 જુલાઈ 2024, ગુરુવારના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઠ, અરમેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત બનાસકાંટા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.