હવામાન@ગુજરાત: ભરશિયાળે ચોમાસા જેવો વરસાદ થશે! અંબાલાલની સૌથી ઘાતક આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતા અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય થવા જઈ રહી છે, જે આ અસામાન્ય હવામાન પરિવર્તનનું મુખ્ય કારણ બનશે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.
આ બેવડી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કચ્છ અને ઉત્તર ગુજરાત: આ ઉપરાંત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને મજબૂત બનશે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે 4 નવેમ્બર સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે.અંબાલાલ પટેલના મતે, ઓક્ટોબર મહિનાના અંતમાં પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્ સર્જાશે, જે ઉત્તર તરફના હવામાનને અસર કરશે.