હવામાન@ગુજરાત: મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી. બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના 8 જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરાસદની આગાહી સાથે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, ભરૂચ, તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત જામનગર, પોરબંદર, ભાવનગર, મોબરી, દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.ગુજરાતમાં સોમવારે સવારથી વરસાદી માહોલ રહેતા અને બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે ગરમીમાં પણ ઘટાડો નોંધાયો. તાપમાન 40 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. રાજ્યમાં 31.6 ડિગ્રીથી લઈને 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.