હવામાન@ગુજરાત: આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
આગાહી

21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. તેમાં જૂનાગઢના વિસાવદર અને વલસાડના ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હજુ પણ ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદને લઈને જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચેલ છે.ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ હોવાના લીધે ચોમાસું નવસારી સુધી પહોંચી શક્યું છે. વાવાઝોડાના લીધે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, જુનાગઢ, અમરેલી, દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જવાનું છે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરેલ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી કરી છે.