હવામાન@ગુજરાત: અંબાલાલની નવી આગાહી થરથર ધ્રુજાવશે, કડકડતી ઠંડીમાં વરસાદ ખાબકશે

 
હવામાન

સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ ભારે ઠંડી છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં શિયાળાનો ચાલુ છે. ગુજરાતમાં કેવું રહેશે હવામાન? આ અંગે ભારતીય હવામાન વિભાગનું નવીનતમ અપડેટ બહાર આવ્યું છે. IMD અનુસાર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.અનેક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને તેનો પ્રકોપ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. વરસાદની પણ સંભાવના છે.હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આજ પછી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. સવારે ઠંડા પવનો ફૂંકાશે. 23 અથવા 24 ડિસેમ્બરે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતાઓ છે. તેની અસરને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આકાશમાં કાળા વાદળો છવાશે અને પૂર્વ-દક્ષિણ રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યમાં 26 ડિસેમ્બરથી વાદળો દેખાવાનું શરૂ થશે. વરસાદ બાદ 10 જાન્યુઆરીથી હિમવર્ષા થવાની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 10-12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. કચ્છ અને અમરેલીમાં કડકડતી ઠંડી પડી શકે છે.