હવામાન@ગુજરાત: તીવ્ર ગરમી વચ્ચે રાહતના સમાચાર, 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

 
વરસાદ
દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમી ઓછી થઈ શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ધૂળની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.19 અને 20 એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. 

આ પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે. દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.19 અને 20 એપ્રિલે રાજ્યમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. 21 એપ્રિલે હવામાન સામાન્ય રહી શકે છે. જ્યારે ગુજરાતનો દરિયા કિનારો 22 થી 24 એપ્રિલ સુધી ગરમ રહેવાની શક્યતા છે.22 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. 11 જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

26 એપ્રિલ પછી, તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં પવનો જોરદાર રહેશે, જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે જ વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, કંડલામાં 36, કંડલામાં 45, અમરેલીમાં 42, સુરેન્દ્રનગરમાં 41, ભાવનગરમાં 41 તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 37, ડીસામાં 41, ગાંધીનગરમાં 42 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.