હવામાન@ગુજરાત: આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે રાજકોટ, વડોદરા, સુરત સહિત 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે.
હાલમાં રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઓરેંજ એલર્ટ, દમણ અને દાદરાનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, દક્ષિણ ગુજરાતમાં યલો IMDના બુલેટિન મુજબ, અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે। આજે અમરેલી અને ભાવનગરમાં ભારે-અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, દીવ, જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ.
30-31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ચાલુ રહેશે। માછીમારોને 31 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના, કારણ કે પવનની ઝડપ 30-40 કિમી/કલાક સુધીની રહેશે.ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ખેડૂતો માટે સતત કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ 'પડ્યા પર પાટુ' જેવી પરિસ્થિતિ લઈને આવ્યો છે. અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. રાત્રે 8:00 થી 10:00 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે.

