હવામાન@ગુજરાત: રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચામાસું જામી ગયું છે. દરરોજ ક્યાંકના ક્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યમાં 100 તાલુકાની આસપાસ વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક એમ કુલ ત્રણ તાલુકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.ગુજરાતમાં ચામાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે બનાસકાંઠા, મહેસાણા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અરવલ્લી અને ભાવગરમાં અતિ ભારે વરસાદ પડશે.