હવામાન@ગુજરાત: કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા, નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? જાણો

 
Havaman
નલિયા 7.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાય દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત ઉપર ફરી વળ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે.

ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 9.9 ડિગ્રી, અમરેલસીમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે અત્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી યથાવત છે.

તાપમાનની વાત કરીએ તો રવિવારની તુલનાએ સોમવારે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. સોમવારે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારના દિવસોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના રાજ્યો ઉપર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનો ઠંડી માટે એકદમ જાણિતો છે ત્યારે આવા સંજોગોમાં ડિસેમ્બર મહિનો અડધો થયો છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગ સેવી રહ્યું છે.