હવામાન@ગુજરાત: વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી, જાણો ઠંડીને લઈ અંબાલાલ પટેલની આગાહી

 
હવામાન
તાપમાનમાં ઘટાડો થતાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીનું પ્રમાણ ઓછું નોંધાયું છે, પરંતુ હવે વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી છે. તેમના જણાવ્યા અનુસાર 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો ઘેરાવવાની શક્યતા છે. આ વાદળોને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે, જે ખેડૂતો માટે ચિંતા અને ઉત્સુકતા બંનેનો વિષય બનશે.ચમકારોદેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 21 અને 22 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે.

પશ્ચિમી વિક્ષેપના કારણે 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં આકરી ઠંડી પડવાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. રાત્રિના સમયે તાપમાન નીચું રહેતા ઠંડીનું જોર વધુ રહેશે.આ સમયગાળા દરમિયાન પડનારી ઠંડી રવિ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઠંડી અને માવઠાનો આ સિલસિલો માત્ર ડિસેમ્બર પૂરતો મર્યાદિત નહીં રહે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સતત પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડશે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.