હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી

 
વરસાદ
અત્યાર સુધીમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વરસાદની વિદાયની આગાહી વચ્ચે રહી રહીને  ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે.  આ વખતનું ચોમાસુ સોળ આની રહ્યું છે. કારણ કે સરેરાશ સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ હજી પણ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ મુજબ આ વખતે ગુજરાતમાં 882 મી.મીની સરેરાશ સામે 1022 મીમી વરસાદ વરસી ગયો છે. એટલે કે આગામી સમય ખેડૂતો, વેપારીઓ સહિતના વર્ગ માટે ખુબ સારો રહેશે. ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં છવાયેલા વરસાદી માહોલમાં હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ એટલે કે 2 અને 3 ઓક્ટોબરના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગિર સોમનાથ, દિવ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા-ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.