હવામાન@ગુજરાત: 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી
90 ટકાથી વધુ ભરાયેલા 149 જળાશયો હાઈએલર્ટ પર છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના મોટાભાગના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 27 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આજે હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં મોસમનો મિજાજ બદલાય શકે છે.
ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ઝરમર વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રના છ જિલ્લામાં આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યના 207 પૈકી 118 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ સૌરાષ્ટ્રના 97 જળાશયો છલોછલ થઇ ગયા છે તો મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 169 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 149 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ ચૂક્યો. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.