હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ, 10 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

 
વરસાદ
નર્મદા ડેમની જળસપાટી 119 મીટરે પહોંચી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ, સુરત, તાપી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

કડીમાં 3.3 ઈંચ, વિરમગામમાં 3.31 ઈંચ, ખેરગામમાં 2.44 ઈંચ, કલોલમાં 2.05 ઈંચ, દેત્રોજમાં 1.85 ઈંચ, વાંસદામાં 1.81 ઈંચ, સાવલીમાં 1.81 ઈંચ, દેદિયાપાડામાં 1.69 ઈંચ, વઘઇમાં 1.54 ઈંચ, સાગબારામાં 1.46 ઈંચ, વ્યારામાં 1.38 ઈંચ, પેટલાદમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી 119 મીટરે પહોંચી છે. ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો નોંધાયો છે. ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.