હવામાન@ગુજરાત: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ? જાણો

 
વરસાદ
14 તાલુકામાં છૂટોછવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ બાદ છેલ્લાં એક અઠવાડિયાથી ગુજરાતમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે. છેલ્લાં અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું છે સોમવારે (4 ઓગસ્ટ) કેટલાંક જિલ્લામાં છૂટોછવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે 14 તાલુકામાં છૂટોછવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સોમવારે પોરબંરમાં 0.35 ઇંચ, વડોદરાના વાઘોડિયામાં 0.2 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 0.16 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય, બનાસકાંઠાના દાંતા, જામનગરના જામજોધપુર, જૂનાગઢના વંથાલી, કેશોદ, અરવલ્લીના મોડાસા, બાયડ અને મહીસાગરના ખાનપુરમાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જૂનાગઢ અને વલસાડમાં 0.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે.