હવામાન@ગુજરાત: આજથી વરસાદનું જોર ઘટશે, આ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદીની આગાહી

 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના હવામાન વિભાગે ખેડૂતો માટે રાહત આપતી આગાહી કરી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા, વરસાદનું જોર ઘટશે, હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આગામી 2-3 દિવસ વરસાદ પડશે. ચાલો જાણીએ કે કઇ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે.

આજે 3 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ, મહિસાગરમાં વરસાદ થવાની આગાહી છે.સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 4 નવેમ્બરે વરસાદ થઇ શકે છે.

5 નવેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા, વરસાદનું જોર ઘટશે. હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે, હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.