હવામાન@ગુજરાત: આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, આજે ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ? જાણો

 
વરસાદ

નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે સુરત, નવસારી, માંગરોળ(જૂનાગઢ) સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે આજે નવસારી, તાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 10 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.

10 અને 11 જુલાઈ 2026ના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે 12થી 14 જુલાઈ દરમિયાન રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા નહીંવત છે.

અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. આજે રાજકોટમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. સુરતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.