હવામાન@ગુજરાત: આગામી 5 દિવસ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

 
હવામાન
40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડી નજીક કુલ 3 સિસ્ટમો, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસુન ટ્રફ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.