હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

 
વરસાદ
સૌથી વધું કચ્છ જિલ્લામાં 183 ટકા વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ  ગાંધીનગરના માણસામાં 3 ઈંચ અને દહેગામમાં 2.83 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે નાંદોદમાં 2.32 ઈંચ, કપડવંજ 2.09 ઈંચ, સિનોરમાં 1.97 ઈંચ, ગરુડેશ્વરમાં 1.65 ઈંચ, કપરાડા 1.57 ઈંચ અને જેસરમાં 1.14 ઈંચમાં વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આઠમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.