હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં નોંધાયો?

 
વરસાદ
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના મેમદાવાદમાં 19.96 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 23 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 24 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસદા ખેડાના મહેમદાવાદ તાલુકામાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 27 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચથી લઈને 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના મહેમદાવાદમાં 19.96 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વધારે સમયથી અમદાવાદ સહિત મધ્યગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં અમદાવાદ શહેર પાણીમાં સમાયું હોય એમ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એક સાથે 10 ઈંચ કરતા વધારે વરસાદે અમદાવાદની દશા ખરાબ કરી નાંખી છે.