હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો નોંધાયો? જાણો

 
વરસાદ
સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 ઓગસ્ટે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

11 ઓગસ્ટે પંચમહાલના શહેરામાં સવારના 8થી 12 વાગ્યાના માત્ર 4 કલાકના ગાળામાં જ 4.5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય મહીસાગર જિલ્લાના કોઠંબામાં પણ 5.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં મોડી રાત્રે 2 વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા સાથે 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો.પંચમહાલના શહેરામાં 5.43 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 5.24 ઇંચ, લુણાવાડામાં 2.72 ઇંચ, બાલાસિનોરમાં 2.52 ઇંચ, તાપીના નિઝર 3.39 ઇંચ, કુકરમુંડા 2.68 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.48 ઇંચ, ગાંધીનગરના દેહગામમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ વરસાદ ખાબક્યો છે.

દાહોદના ગોવિંદ ગુરુ લીમડીમાં 1.93 ઇંચ, સુખસરમાં 1.85 ઇંચ, દાહોદમાં 1.57 ઇંચ, ગરબાડામાં 1.42 ઇંચ, સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.14 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.89 ઇંચ, દેડિયાપાડામાં 1.34 ઇંચ, ગરૂડેશ્વરમાં 1.06 ઇંચ, ડાંગના વઘઈમાં 1.85 ઇંચ, આહવામાં 1.54 ઇંચ, મહીસાગરના ગોધરમાં 1.73 ઇંચ, પંચમહાલના ગોધરામાં 1.73 ઇંચ, મોરવા હડફમાં 1.10 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.50 ઇંચ, ખેડાના કપડવંજમાં 1.46 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. 12 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 47 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.