હવામાન@ગુજરાત: 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહિવત

 
વરસાદ
ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાબકેલા ભારે વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ મોટો વિરામ લીધો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ સંભાવના નહિવત છે, જેના કારણે લોકોને રાહત મળી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને માત્ર છૂટોછવાયો વરસાદ જ પડી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 226 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મેઘાવી માહોલ યથાવત છે, જેમાં રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.72 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસર પામી છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર નબળું પડતાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત મળશે.