હવામાન@ગુજરાત: મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને કચ્છને ઘમરોળ્યાં બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદ વિરામ લેતા અનેક વિસ્તારમાં વરાપ નીકળ્યો છે. ગુજરાતમાં 12 જૂન બાદ ફરી ભારે વરસાદનું રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ તો ક્યાં ભારે વરસાદનું અનુમાન છે. ઉલ્લેખિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો તાપીમાં 2.40 ઇંચ, નિઝરમાં 2 ઇંચ, ઉમરપાડામાં 1.57 ઇંચ, સાગબારમાં 1.46 ઇંચ, જામનગરમાં 1 ઇંચ, વઢવાણમાં 0.98 ઇંચ, વાંકાનેરમાં 0.94 ઇંચ, દસાડામાં 0.87 ઇંચ, મુળીમાં 0.8 ઇંચ, ટંકારામાં 0.79 ઇંચ, મોરબીમાં 0.71 ઇંચ, ભાવનગરમાં 0.71 ઇંચ, ધંધુકામાં 0.71 ઇંચ, તિલકવાડામાં0.67 ઇંચ, જેસરમાં 0.67 ઇંચ, નેત્રંગમાં 0.55 ઇંચ, દેત્રોજમાં રામપુરામાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 તાલુકામાં 116 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.