હવામાન@ગુજરાત: રાજ્યમાં બે જિલ્લામાં આજે રેડ એલર્ટ, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ?

 
વરસાદ
આ સિવાય રાજ્યના 13 જિલ્લામાં યલો એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં બે જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સિવાય રાજ્યના 13 જિલ્લામાં યલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. વાગ્યા સુધીમાં અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં યલો એલર્ટ છે. આ જિલ્લામાં 1 વાગ્યા સુધી હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયલો વરસાદ વરસી શકે છે. ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. રેડ અને યલો એલર્ટ જાહેર કરાયેલા 15 જિલ્લા સિવાય રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.