હવામાન@ગુજરાત: આજે આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, લોકોને ગરમીમાં શેકાવું પડશે

 
હવામાન

માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ રાજ્યમાં આકરી ગરમી શરૂ થઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવું પડશે. આજે 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી હત્તમ તાપમાન સામાન્ય કરતા 1થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે.

હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વડોદરા, તાપી, રાજકોટ, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સુરત, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.