હવામાન@ગુજરાત: અંગ દઝાડતી ગરમીથી મળશે રાહત, કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારબાદ આગામી સાત દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગનાં જાણકારો મુજબ, હાલમાં રાજ્યમાં વરસાદ માટે કોઈ સિસ્ટમ સક્રિય નથી.ભેજને કારણે વરસાદ પડી રહ્યો છે.
આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે 9 થી 12 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેશે. આ સાથે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે 12 થી 18 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે.ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે.
આજે વલસાડ, નવસારી, ડાંગ અને સુરત સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 15મી તારીખથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. 15મી થી 22મી તારીખ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 થી 12 જૂન ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.