હવામાન@ગુજરાત: 36 કલાકમાં વરસાદની ભયકંર આગાહી! આ જિલ્લાઓમાં આપી ચેતવણી

 
હવામાન

રાજ્યના 20 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા. હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે. રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે.અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકાથી વધુ વરસાદ વરસ્યો. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા હજી પણ વરસાદ રહેશે. આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. રાજ્યમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં 43 cm અને જામનગરમાં 38 cm વરસાદ નોંધાયો. 

ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકા વરસાદ વધુ નોંધાયો. તો સૌરાષ્ટ્રના 1 જૂન થી 29 ઓગસ્ટ સુધી 67 ટકા વરસાદ વધુ રહેશે.આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સર્તક રહેવા ખાસ અનુરોધ કરાયો. પાણી જોવા, પ્રવાસન સ્થળો ન જવા અપીલ કરાઈ. નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો.રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે.