હવામાન@ગુજરાત: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના પાડોશી રાજ્યમાં ચોમાસું આવી પહોંચ્યું છે અને આગામી 10 દિવસમાં તે ગુજરાતમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહી શકે છે. સાથે જ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીં હોવાથી હાલ જે પ્રકારની ગરમી અનુભવાઇ રહી છે તે જ પ્રકારની ગરમી આગામી સાત દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં અનુભવાશે. આજે 8 જૂન 2026ના રોજ તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

9થી 13 જૂન દરમિયાન રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના પગલે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગ અનુસાર, 8 અને 9 જૂનના રોજ રાજ્યમાં મોટાભાગે હવામાન સૂકું રહેશે, જોકે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 10 જૂનથી વાતાવરણમાં પલટો આવશે.11 જૂનથી વરસાદી વાદળો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. 12 જૂનથી 14 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પણ થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે.

15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ શકે છે. જેના પગલે 16 જૂન અને 17 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં સતત વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગઇકાલે 7 જૂન 2026ના રોજ 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે રાજકોટમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગઇકાલે 7 જૂન 2026ના રોજ 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન અને 27.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગઇકાલે 7 જૂન 2026ના રોજ મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી રહ્યું હતું.વડોદરામાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગઇકાલે 7 જૂન 2026ના રોજ મહત્તમ તામપાન 39.6 ડિગ્રી રહ્યું હતું.