હવામાન@ગુજરાત: બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતની આગાહી, 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા

 
હવામાન
30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર દિવાળી પર માવઠાની અસર જોવા મળી શકે છે.

દિવાળી બાદ ચક્રવાતની પણ શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પટેલની ખુબ જ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલનુ અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 17થી 20 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની શક્યતાથી લોકોની ચિંતામાં વધારો થયો છે.