હવામાન@ગુજરાત: રાજ્યમાં આકરી ગરમીનો કહેર યથાવત, 29 એપ્રિલ સુધી 'હીટ એલર્ટ' જાહેર
Apr 24, 2026, 12:58 IST
ગરમ સુકા પવનોના કારણે ભારે ઉકળાટનો અનુભવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળો તેના પૂર્ણ મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોટ 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. માત્ર રાજકોટ જ નહીં. પરંતુ અમદાવાદમાં પણ પારો 41.5 ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી 'હીટ એલર્ટ' જાહેર કર્યું છે.

