હવામાન@ગુજરાત: રાજ્યનાં વાતાવરણમાં અચાનક ફેરફાર, જાણો આગામી 7 દિવસની આગાહી

 
હવામાન
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.0°C નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે. રાજ્યમાં સવારે અને સાંજે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે તાપમાન વધવા લાગ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસમાં તાપમાન ધીમે ધીમે વધશે, પરંતુ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જો પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો રાજ્યના દક્ષિણ ભાગોમાં ગરમી વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું હતું.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.0°C નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 33.4°C નોંધાયું હતું. હાલમાં રાજ્યમાં પવનો ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે.ગુજરાતથી ઉત્તર પ્રદેશ જતા લોકો માટે હવામાન અપડેટ પણ મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 થી 48 કલાકમાં ઉત્તર પ્રદેશમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. આ પછી, ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાનફરી વધવાની શક્યતા છે.