હવામાન@ગુજરાત: તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ નોંધાયો, 193 તાલુકામાં મેઘમહેર

 
વરસાદ
ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ 11.81 ઇંચ (300 મિમી) વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડા તાલુકામાં 8.35 ઇંચ (212 મિમી) અને ડાંગના સુબિર તાલુકામાં 5.71 ઇંચ (145 મિમી) તથા વાઘઈમાં 5.67 ઇંચ (144 મિમી) વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કુુલ 193 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની હેલી જોવા મળી છે. તાપીના સોનગઢમાં 5.51 ઇંચ (140 મિમી) અને ઉચ્છલમાં 3.98 ઇંચ (101 મિમી) વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ (112 મિમી), ઓલપાડ અને સુરત શહેરમાં આશરે 2.72 થી 2.80 ઇંચ (71-69 મિમી), તેમજ ડાંગ-આહવામાં 4.37 ઇંચ (111 મિમી) પાણી વરસી ગયું છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 4.25 ઇંચ (108 મિમી) અને ચીકડામાં 3.46 ઇંચ (88 મિમી) વરસાદ નોંધાયો છે.ભરૂચ અને ભાવનગર પંથકમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં 3.35 ઇંચ (85 મિમી), ભરૂચ શહેરમાં 2.87 ઇંચ (73 મિમી), જ્યારે ભાવનગરના ઘોઘામાં 3.23 ઇંચ (82 મિમી) અને ભાવનગર શહેરમાં 1.77 ઇંચ (45 મિમી) વરસાદ નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 3.19 ઇંચ (81 મિમી), સાગબારામાં 2.76 ઇંચ (70 મિમી), નંદોડમાં 2.48 ઇંચ (63 મિમી) તથા ભરૂચના હાંસોટમાં 2.76 ઇંચ (70 મિમી) અને વાલિયામાં 2.64 ઇંચ (67 મિમી) વરસાદ વરસ્યો છે.

નવસારીના વાંસદામાં 2.80 ઇંચ (71 મિમી) પાણી વરસી ગયું છે.ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં 2.48 ઇંચ (63 મિમી) અને આણંદમાં 2.36 ઇંચ (60 મિમી) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 2.05 ઇંચ (52 મિમી), છોટાઉદેપુરના નાસવાડીમાં 1.77 ઇંચ (45 મિમી), અને મહેસાણાના સાતરસણ તથા બનાસકાંઠાના હડદ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.બીજી તરફ, રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત અથવા ખૂબ જ ઓછું રહ્યું છે. પાટણના સિદ્ધપુર, સામી તેમજ અમદાવાદના બાવળા, માંડલ અને મહેસાણાના ખેરાલુ તથા વિસનગર જેવા વિસ્તારોમાં માત્ર 0.04 ઇંચ (1 મિમી) જેટલો જ સૌથી ઓછો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળ્યું છે પરંતુ ભારે વરસાદવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવું વાતાવરણ સર્જાયું છે.અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી, વિશાલા, વાસણા, બલોલ નગર, રાણીપ, નવાવાડજ, અખબાર નગર, મકરબા, સરખેજ, એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ થયો.લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા છોટા ઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. દોઢ માસના વરસાદી વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જેમાં અંતરિયાળ વિસ્તારોના મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે, ત્યારે છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની ખેડૂતોની ચિંતા વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે.ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.