હવામાન@ગુજરાત: 9 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુંગાર
Dec 14, 2025, 11:30 IST
ચાર દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. ગત રત્રિના 13 શહેરમાં સરેરાશ લધુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગત રાત્રિના નલિયામાં 9.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
દાહોદ, અમરેલી, વડોદરા અને રાજકોટમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 14 ડિગ્રીએ સરેરાશ લધુતમ તાપમાનનો પારો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું લધુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ લધુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે.

