હવામાન@ગુજરાત: 13 જીલ્લાઓમાંં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું છે. રાજ્યનાં 13 જીલ્લાઓમાંં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતાં ભીષણ ગરમીથી રાહત મેળવવા લોકો વિવિધ ઈલાજ કરતા જોવા મળ્યાં છે.રાજ્યમાં ત્રાહિમામ પોકારતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે.
13 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 42.7, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 42.8, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી, સુરતમાં 40.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 43.3 ડિગ્રી, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.9 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.રાજ્યમાં હજુ પણ તાપમાન ઊંચકeવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પશ્ચિમના સુકા પવનો ફૂંકાતા ગરમીમાં વધારો થશે.
હજુ પણ આગામી 5 દિવસ 40થી 45 ડિગ્રી તાપમાન રહેશે. આજથી 22 એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં મહત્તમ તાપમાન પણ 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી 3 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.