હવામાન@ગુજરાત: 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર, ગરમીથી લોકો ત્રાહિમામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં સળંગ બીજા દિવસે 7 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. સોમવારે રાજકોટમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે હતો.
આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી થઈ શકે છે. આજે કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.હીટવેવને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, જિલ્લામાં સ્કૂલોનો સમય બપોરે નહીં રાખી સવારનો જ રાખવા, રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, બજારોમાં સ્વૈ.સંસ્થા મારફત પાણી-છાશના પરબ શરૂ કરાવવા સહિતની સૂચનાઓ જારી કરી છે. અતિશય અસામાન્ય અગ્નિવર્ષામાં બપોરે ખરેખર હીટવેવ એક્શન પ્લાનમાં કેટલા એક્શન લેવાય છે.