હવામાન@ગુજરાત: તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

 
આગાહી

ચાલુ વર્ષે અકળાવનારી ગરમી પડવાનું અંબાલાલનું અનુમાન છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 માર્ચ બાદ આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. 24 માર્ચ બાદ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ આંબી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં પણ આકરો તાપ પડશે અને તાપમાનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 41થી 42 ડિગ્રીએ પારો પહોંચવાનું અનુમાન છે. ચાલુ વર્ષે અકળાવનારી ગરમી પડવાનું અંબાલાલનું અનુમાન છે.

પશ્ચિમી વિક્ષેપના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં આકરી ગરમી રહેશે. 7 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટાનું અનુમાન છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. ખાસ કરીને આજથી રાજકોટ સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાનનો પારો એકથી બે ડીગ્રી ઉંચે જાય તેવી શક્યતા જોવાઇ રહી છે એટલે કે 37 ડિગ્રીને પાર તાપમાનનો પારો જાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 23 માર્ચ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને 23 માર્ચ બાદ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં તાપમાનનો વઘારો જોવા મળશે. આ વિસ્તારમાં તાપમાન 40ને આંબે તેવી પુરેપરી શક્યતા છે. 25 માર્ચ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શકયતા છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં તાપમાનો પારો 40ને પણ પાર કરે તેવી આગાહી છે.